service_top_banner
Image
Services Banner

તમારા ટ્રકની ખરીદી 
માટે વધારાની સેવાઓ

Service logo Service IMG

જાણકારી હશે તો જ પ્રગતિ થશે

ફ્લીટ એજ પર દૂરથી વાહનની અવરજવર પર લાઇવ અપડેટ મેળવો

અસરકારક નિર્ણયપ્રક્રિયાથી લઈને ભવિષ્યના આયોજન સુધી તમામ પ્રકારની પ્રસ્તુત માહિતી વાસ્તવિક સમયમાં મળે છે. પોતાની ઇન-હાઉસ, અદ્યતન કનેક્ટેડ પ્લેટફોર્મ ટેકનોલોજી સાથે ટાટા મોટર્સ ફ્લીટએજ તમારા વ્યવસાયને મજબૂત, ડેટા-સંચાલિત, વાસ્તવિક સમયમાં વ્યવસાય કરવા દરેક જરૂરિયાતો પ્રદાન કરે છે, જેમાં તમારા વ્યવસાયને વધારે સફળતા મળે એ માટે શ્રેષ્ઠ નિર્ણય લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

1.59L+

કુલ વપરાશકર્તાઓ

3.74L+

કુલ વાહનો

456M+

કુલ વાહનો

Surksha Surksha

સુરક્ષા એન્યૂઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (AMC) વિશે

ફ્લીટ મેનેજમેન્ટ સિસ્ટમ (FMS) વિશે 

ટાટા મોટર્સ લિમિટેડ પાસેથી AMC સર્વિસ સુરક્ષા તરીકે જાણીતી છે અને આ ખાતરી આપે છે કે ગ્રાહક તેમના મુખ્ય વ્યવસાય પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરીને વાહનનાં મેન્ટેનન્સ સાથે સંબંધિત કામગીરી ટાટા મોટર્સના નિષ્ણાતો પર છોડી શકે છે. 

ટાટા મોટર્સ એન્યૂઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (AMC) કમર્શિયલ વાહન ખરીદતા ગ્રાહકોને ઓફર કરે છે, જે ટાટા ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન (TASS)ના પોતાના અધિકૃત ડિલર્સના સર્વિસ આઉટલેટ્સ મારફતે ચોક્કસ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ગ્રાહકને મેન્ટેનન્સ અને રિપેર સેવાઓ પ્રદાન કરે છે. 

AMC ફ્રી સર્વિસ યોજના અંતર્ગત ગ્રાહકને ચુકવવાપાત્ર રકમ સુધી સર્વિસ શીડ્યુલમાં સૂચિત અંતરાલ પર ટાટા મોટર્સ દ્વારા સૂચિત મજૂરી, પાર્ટ અને ઉપભોગક્ષમ માટે કિલોમીટરના નિયમિત અંતરાલ પર મેન્ટેનન્સ સેવાઓ પૂરી પાડે છે. 

ટાટાના વાહનો માટે વિવિધ પ્રકારનાં AMC પ્લાન ઉપલબ્ધ છે, જેમ કે સિલ્વર, ગોલ્ડ અને P2P (પે ટૂ પ્રોટેક્ટ). AMC એક મેન્ટેનન્સ પ્લાન છે, જે અનપેક્ષિત રિપેર સામે સુરક્ષાની ગેરેન્ટી આપે છે અને શીડ્યુલ્ડ મેન્ટેનન્સ સેવાઓ મારફતે નોંધપાત્ર બચત પૂરી પાડે છે.

Sampoorna Seva 2.0 Sampoorna Seva 2.0

સંપૂર્ણ સેવા 2.0

જ્યારે તમે ટાટા મોટર્સના ટ્રકની ખરીદી કરો છો, ત્યારે તમે એક ઉત્પાદનની સાથે સેવાઓનો સંપૂર્ણ પોર્ટફોલિયો ખરીદો છો, જેમાં સર્વિસ, રોડ પર સહાય, વીમો, વફાદારી વગેરે દરેક બાબતો સામેલ છે. તમે હવે તમારા વ્યવસાય પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો અને બાકીની કામગીરી સંપૂર્ણસેવા પર છોડી શકો છો. 

સંપૂર્ણ સેવા 2.0 સંપૂર્ણપણે નવી અને સંવર્ધિત સેવા છે. અમે આ સંપૂર્ણ સેવામાં સતત સુધારો કરવા ગયા વર્ષે અમારા કેન્દ્રોની મુલાકાત લેનાર 6.5 મિલિયનથી વધારે ગ્રાહકો પાસેથી પ્રતિભાવો મેળવ્યાં છે. 

તમને 29 સ્ટેટ સર્વિસ ઓફિસ, 250થી વધારે ટાટા મોટર્સ એન્જિનીયર્સ, આધુનિક ઉપકરણ અને સુવિધાઓ તથા 24x7 મોબાઇલ વેનને આવરી લેતા 1500થી વધારે ચેનલ પાર્ટનર્સની મદદનો લાભ મળશે.

tata ok tata ok

ટાટા OK

જ્યારે અગાઉથી માલિકી ધરાવતા ટાટા મોટર્સના કમર્શિયલ વાહનોનું વેચાણ કે ખરીદીની વાત આવે છે, ત્યારે આ માટે ટાટા OK સૌથી વધુ પસંદગીનું સ્થાન છે. ટાટા OK બજારમાં શ્રેષ્ઠ કિંમતની ખાતરી તથા ઘરઆંગણે, નિઃશુલ્ક મૂલ્યાંકન જેવી વિવિધ સુવિધાઓની ખાતરી આપે છે. અમે સોર્સિંગ અને ખરીદી, મૂલ્યાંકન, રિફર્બિશમેન્ટ અને રિફર્બિશ કરેલા વાહનોનાં વેચાણનાં દરેક તબક્કામાં સંકળાયેલા છીએ, જે તમને વેચાણ કે ખરીદીના અનુભવને સરળ બનાવશે એની ખાતરી કરે છે. 

tata guru logo tata guru image

ટાટા ગુરુ

વર્ષ 2008-09માં ટાટા કમર્શિયલ વાહનો માટે કુલ 6.9 મિલિયન રિપેર જોબ હતી, જેમાંથી ફક્ત 2.7 મિલિયનની સર્વિસ ટાટાના અધિકૃત ડિલરો કે સર્વિસ સ્ટેશનોએ પૂરી પાડી હતી એટલે કે 60 ટકા જોબની સર્વિસ ટાટા મોટર્સે પૂરી પાડી નહોતી, પરંતુ ખાનગી કે બિનઅધિકૃત વર્કશોપે પૂરી પાડી હતી. ઉપરાંત ગ્રાહકો માટે આ જોબ્સમાં ઉપયોગ થતાં પાર્ટ્સ ઓરિજિનલ હોવાની કોઈ ખાતરી નહોતી – આ ખાનગી વર્કશોપના મિકેનિક પર સંપૂર્ણપણે નિર્ભર હશે.

કોઈ પણ સહાય માટે કૉલ કરો

વેચાણ/સેવા/ઉત્પાદન સાથે સંબંધિત સમસ્યાઓ પર સહાય મેળવો. અમને ભારતમાં અમારા તમામ ગ્રાહકોને સ્પેર પાર્ટ્સની ઉપલબ્ધની ખાતરી આપીએ છીએ.

કોલ ટોલ ફ્રી નંબર